ગઝલ
============================
શૂન્ય લખું છું, અશૂન્ય અહેસાસ માં
પોકળ છે સઘળું, શૂન્ય અહેસાસ માં;
વીતી જવા નું, સમય ની અવધિ અહીં,
કાળની ગહનતા છે,શૂન્ય અહેસાસ માં;
સરકતા રહ્યાછે, મૃત્યુ તરફ આ શ્વાસો,
શ્વાસ માં જીવંત જે,શૂન્ય અહેસાસ માં;
તૃષ્ણા ના તોરણ, લટકાવી આસક્તિ ને,
રંગ રાગમાં રહ્યા છે, શૂન્ય અહેસાસ માં;
આનંદ સહજ વિશ્રાંતિ, નસીબ કેમ નથી,
મનોવૃત્તિના વમળ માં,શૂન્ય અહેસાસ માં;