રાતોની ઊંઘ હવે લાવવી નથી પડતી, આવી જાય છે જાતે જ,
કામમાં મન લગાવવું નથી લાડતું, લાગી જાય છે જાતે જ,
વાત કરવા સમય કાઢવો નથી પડતો, નીકળી જાય છે જાતે જ,
હવે આદત પાડવી નથી પડતી, પડી જાય છે જાતે જ,
જિંદગી હવે ચલાવવી નથી પડતી, ચાલતી જાય છે જાતે જ...
-સમર્પણ
#અંતર