દરિયા ના ઉછળતા મોજાં ને જોઈને
તને યાદ કરું છું
સાંજ નો ઓથાર જોઈને
તને યાદ કરું છું
ચંદ્ર ની ચાંદની જોઇને
તને યાદ કરું છું
કાન્હા ના ભજન સાંભળીને
તને યાદ કરું છું
વરસતા વરસાદ ને જોઈને
તને યાદ કરું છું
જિંદગી ની દરેક પળ માં
તને યાદ કરું છું
છતાં તને ખબર નથી કે
તને યાદ કરું છું