આમતો મારે ક્યાં કાંઇ કહેવું જ હતું?
પણ,તું જ કાન માંડીને બેઠી હતી ;
આમતો એવી ક્યાં કોઈ જ વાતો ય હતી?
પણ, તું જ વાત માંડીને બેઠી હતી;
આમતો મારી ક્યાં કોઈ જ ઇચ્છા ય હતી?
પણ તું જ સ્મિત આપીને બેઠી હતી ;
આમતો મારે ક્યાં એ ઓળખાણો ય હતી?
પણ તું જ આંખ મિલાવી બેઠી હતી ;
આમતો મારે ક્યાં કોઇ પ્રસ્તાવો ય હતાં?
પણ તું જ હૈયું ઉધારી બેઠી હતી!!
-- દેવાંગ દવે © #સાંભળો