ખાળી ના શકાય તુજ યાદો તણી વણઝાર ને
સમય ન સમરાગણ માં પગરવ છે તારા...
મહેલો સમા તુજ યાદો ના ડુંગરા
વાસ એમાં ફક્ત પ્રેમ ના તુજ કેરા
વાસંતી વાયરા લઈને આવે સુવાસ જોને
જાણે પ્રીતમ ના શ્વાસ કેરી તાજગીઓને.
બહાવરુ મન મચલે મેહુલયા માફક
વરસાદ તણી આંસુ ની હેલી વહે જોને.
યાદ ના સફર માં મંજિલનો નથી અવકાશ કોઈ,
તોય " ભાવુ " મુજ દિલ માં મંડાણ રહી જાય રે...
ભાવના જાદવ..(ભાવુ)