કવિતા હું તને ચાહું છું હોળી ના સપ્તરંગી રંગ ની કસમ.
હર પળ સાથ ચાહું છું હોળી ના સપ્તરંગી રંગ ની કસમ.
હું ભટકતો રહેતો મારામહી પણ તારી આસપાસ છું,
કવિતા ને હું લખું છું હોળી ના સપ્તરંગી રંગ ની કસમ.
બહુ બધી અપેક્ષા ઓ ના રાખવી જીવન મહીં કવિતા,
બધાજ રંગ ગમાડું છું હોળી ના સપ્તરંગી રંગ ની કસમ.
અનિલ ની ચાલ કોઈ બદલી ના શકે એવું માનતો હતો,
સાવ બદલ્યા ગયો છું હોળી ના સપ્તરંગી રંગ ની કસમ.
અનિલ ભટ્ટ