શોધતાં રહ્યાં રાતભર ક્યાં બેખબર સૂરજ આરામ કરે છે,
પડછાયાને મોટો કરતાં કરતાં ખુદ નાના બની ગયાં છે.
બગાવત નહીંં કરતાં દેખાતાં ટમટમતાં તારલા આકાશમાં છે,
સત્ય એ જ છે, એ જ થવાનું છે, જે આજ દિન સુધી થતું રહ્યું છે.
રેગિસ્તાન ને શું ખબર વરસાદની શું અસર બધે થાય છે,
સફેદ ચાદર રાખો દૂર હરકદમ પર કોલસાની ખાણ છે.
અરીસો પણ કોઈ દિવસ ક્યાં આંસુ રોકવાનું કહી શકે છે,
આંખોથી આંસુ મોતી બનીને દરરોજ રેત માં ભળતું રહે છે.
એક પ્રકાશ ખુદનો અંતરાત્માથી પ્રગટ્યો મળી રોશની છે,
એજ રોશનીથી જલાવી અગ્નિ કોશિશ અજવાળું પાથરવાનું છે.
સંસ્કારથી સિર પર પાલવ ઓઢી સંધ્યા દીપ જલાવ્યા છે,
ખુદના વિકારોને ખુદ જ બાળી કર્મબંધન મુક્તિ 'શ્રીકૃપા' પ્રાર્થે છે.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.