હું એક છોકરી સાથે દીકરીના રૂપમાં
મમતાધારી માતા ઘડતરમાં નારી છું
બાળપણમાં મસ્તીની રમતમાં હું રમતી છું
સમય સાથે હું રોજ પોતાના મનને ઘડતી છું.
યૌવન કાળે હું ખુદ મનમાં જ મલકાતી છું
સમય સંજોગના સહારે આંખમાં નડતી છું
ઘરના લોકો ને મારા વગર એ કામમાં પાછળ પડતી છું
તો ય સમયને સાથ આપી હું તમારી મદદે દોડતી છું.
જિંદગીના પાસા છે જે શંતરંજ સાથે ખેલતી છું
જીવનસાથી ના વિચારે તો હું રાણી બની ને ફરતી છું.
જિંદગી જીવવા ના માર્ગમાં આગળ પડતી હું એક સ્ત્રી છું
કુદરતની અમૂલ્ય દેનમાં હું પ્રભુને ઋણી છું.
પરિવારના સભ્યો માટે હું મારા ઘરની ગુહિણી છું.
પરંતુ સમાજના દાયિત્વ માટે હું નારી છું.
પોતાના પરિવારની સુરક્ષા માટે હું સનનારી છું.
મારા ઘર પરિવાર માટે હું એક તાળાની ચાવી છું.
હા હું એક સ્ત્રી નું માન સમ્માનની વહેતી ધરાની નદી છું.
સાજનની ઢળતી સાંજમાં હું તારી જ શજની છું
writer Gayatri patel