નયને હર્ષાશ્રુ વહે, સ્નેહપૂર્વક મર્માળુ સ્મિતના અણસારે,
અભિમાનનો ઉભરો શમે,સૂકા રણમાં તુજ ઓસના અણસારે.
શબ્દદેહે રચી ગીત, અહેસાસ જ્ઞાનની પિપાસાના અણસારે,
હાંસિયામાં રાખો તમે, લાગણીની અનરાધાર વર્ષાના અણસારે.
મિલન હોય કે વિરહ,વિનંતી અવિરત ભક્તિના અણસારે,
જીવનના ખાલીપામાં,સ્વપ્ન મહીં સૂરીલી બંસરીના અણસારે.
ચક્રવાત કે વમળ,વંટોળના પવને સમજણના અણસારે,
મુસીબતો સામે બની ચટ્ટાન,અંધકારે અજવાશના અણસારે.
સાથ, સહકાર, સાતત્ય,સપ્તસૂરોની સરગમના અણસારે,
આશા ઈશ્વર કૃપાની તલભાર,જીવાનાન્તે 'શ્રીકૃપા'ને અણસારે.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.