'તમારી રૂપા'
બ્રહ્માએ પડખું ફેરવ્યું ,ને જાગી ગઈ ગઈ રૂપા!
એક યુગ વીત્યો,ને પાછી ફરી છે તમારી રૂપા.
હા,વાર થઇ છે ઘણી પાછા ફરતાં
જોયું નથી કદી,પણ આવી છે તમારીરૂપા!
સમયના દર્પણમાં ફરી દેખાય છે અવસર
વીતેલા શ્વાસોનું સરનામું શોધે તમારી રૂપા!
ફલક હો,કે પૃથ્વીનું પટલ,કે અંતરીક્ષની સવાર
આંખોમાં સાંજ લઇ રાહ જોવે તમારી રૂપા!
વંટોળ તો વિખરાય ,અશ્રુ વરસે અનરાધાર
લીલીછમ ઊભી છે ફરી એ જ તમારી રૂપા!
©જિગીષા રાજ