હળાહળ કળિયુગમાં નામ જપ માત્ર કૃતાર્થે,
ભવોભવના ચક્રવ્યૂહ ચરણે ધરી પરમાર્થે.
આંખોને આંસુનું મિલન જેમ સરિતા મળે સાગરે,
પર્વત પીગળે સ્નેહથી છલોછલ તારો કિનારે.
શ્વાસોશ્વાસમાં સ્મરણથી પાંગરતી ભક્તિ પ્રગાઢે,
નિજનો પોકાર સાંભળો ભક્તિ ભરોસે મુક્તિમાર્ગે.
વ્યથિત હ્રદયે ઘાવ ભરી ઉપચાર ત્યાં ક્ષિતિજે,
અપૂર્વ શાંતિ ઝાંખી દેખાય નભમાં અંધારી રાત્રે.
ઉરના સરોવરે ઉભરાતી અભિવ્યક્તિ વિશ્વાસે,
'શ્રીકૃપા' સ્વીકાર કરું ફેંસલો મંજૂર સિધ્ધ સાધ્યે.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'