લાલ લીલા પીળા વાદળી રંગોની આપણી ઓળખાણ,
ગમતા રંગો એકબીજાનાં પહેરી કરતાં મુલાકાત.
એમ કરતાં પૂર્યાં રંગો સુખ દુઃખના સાથે અભ્યાસ,
સ્વપ્નની દુનિયા હતી આવી ઊભી દુઃખોની વણઝાર.
સાથ કેમ હવે છૂટે શું કરીશું ? સતાવે મૂંઝવણ,
નહિં માને પરિવાર વિચારતાં થતી ગભરામણ.
એકબીજાથી જુદાઈના વિચારે ભીતર વજ્રઘાત,
આંખોથી વરસે શ્રાવણ ભાદો ચિત્તમાં સળવળાટ.
સાચા પ્રેમની સોગંધે રહેજે સજી સોળ શણગાર,
પ્રિયતમને હાથ ઝાલી લૈ જઈશ બની ભરથાર.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'