તે યુવાન.....
તનથી તરવૈયો,મનથી મરજીવો,
શરીરે સુદ્રઢ, જગથી જુદેરો,,,,,તે યુવાન.
આંખોની પલક પર સારા સંસાર,
હાથ એના બે પુરુષાર્થ ને તલવાર,,,,તે યુવાન.
સાહસ,હીંમત ને હૈયાના ઓરતાં,
પામે નહીં સફળતાં તો હૈયાને કોરતાં,,,,તે યુવાન.
કંઈક કરી છૂટવાના કોડ ઊભરતાં,
મનનાં ઘોડાઓ હોડ લગાંવતાં,,,,તે યુવાન.
નદીઓની દિશાને પલમાં પલટી દઉ,
સમુદ્ર જળરાશિને ક્ષણમાં તરી લઉ,,,,,તે યુવાન.
ચંદ્રને હમણાં ધરતી પર ઊતારી,
સૂરજની સવારી સોનેરી કરી લઉ,,,,,તે યુવાન.
હિન્દમહાસાગરથી હિમાલય સુધી,
ગીતા-- જિન્દગીનું ખેડાણ કરી લઉ,,,,,તે યુવાન....