એક રચના
જે દિવસથી મે
મારા પોતાના લોકોની ભૂલ કહેવાની
છોડી દીધી ત્યારબાદ
મારા દુઃખ આ જગતમાંથી ભાગવા લાગ્યા,
મે સહજ પ્રકૃતિની જેમ
ખરતાં પાંદડા સમ અસ્તિત્વને
મૌનની તિરાડોમાં જેલની સજા
એક જજ બની ફટકારી દીધીને પછી
આ ધરા પર એ લોકો
બેફામ થઈ ગયા
એમણે પીડાના બદલા રૂપે મહાનતા
ભેટ આપી,
હું કરગરયો કે
મને ફાંસીના માંચડે ચડાવી દો
તો એમણે
મારા લગ્ન કરાવી દીધા એય
હસતાં હસતાં આ આત્મા બિચારો
શું કરે ?
મે એ લાપસી ખાઈ લીધી
પીડાની;
હવે કો
કયાંથી બોલાય ?
હેપ્પી વેલેન્ટાઈન ડે ! બકા.......
-વિપુલ પટેલ