કમરના દુખાવા માટે વરદાન સમાન છે આઠમુખી રૂદ્રાક્ષ, જાણો અન્ય ફાયદા
કહેવાય છે રૂદ્રાક્ષ ભગવાન શિવની ગમતી વસ્તુ માનવામાં આવે છે. એવામા ભગવાનની ભક્તિ અને સ્વયંની શક્તિને વધારવા માટે સંત-મહાત્મા તેમના ગળામાં રૂદ્રાક્ષ ધારણ કરે છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આઠમુખી રૂદ્રાક્ષા પહેરવાથી થતા લાભ અંગે. આવો જોઇએ. આઠ મુખી રૂદ્રાક્ષ પહેરવાથી કયા કયા લાભ થાય છે.
– કહેવાય છે જે જાતકોને કોર્ટ કચેરીમાં કેસ ચાલી રહ્યો છે એવા લોકોએ આઠમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિજય મળે છે અને લાભ થાય છે.
– કેહવામાં આવે છે કે આઠમુખી રૂદ્રાક્ષ શત્રુઓનો નાશ કરવામાં અસરકાર હોય છે અને જે લોકો તેમના શત્રુઓથી પરેશાન રહે છે તે લોકોએ આ રૂદ્રાક્ષા અવશ્ય ધારણ કરવો જોઇએ કારણકે તેનાથી શત્રુઓનો નાશ થઇ જાય છે.
– સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમથી ભરપૂર આઠમુખી રૂદ્રાક્ષાને તે લોકોએ અવશ્ય પહેરવું જોઇએ જે મનુષ્ય શારીરિક તેમજ માનસિક રીતે કમજોર રહેતા હોય.
– એવું પણ કહેવાય છે કે જે પરિવારમાં અકાળ મૃત્યુ કે દુર્ઘટના થતી રહેતી હોય તે ઘરમાં આઠમુખી રૂદ્રાક્ષની વિધિવત્ પૂજા કરી લેવાથી મોટો સંકટ ટળી જાય છે.
– આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. એવામાં ઘણા લોકો કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. તે લોકોએ રેશમી દોરામાં આઠમુખી રૂદ્રાક્ષને ધારણ કરવાથી લાભ થાય છે.
– એવું પણ જ્યોતિષ માને છે કે આ રૂદ્રાક્ષ પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવામાં ખૂબ અસરકારક સાબિત માનવામાં આવે છે.