હું ક્યાં કહું છું કે
તું કાયમ મારી
સાથે બોલ
પણ આમ અચાનક
ચૂપ થવાનું
કારણ તો જણાવ
હું ક્યાં કહું છું
તું મારી સાથે નો
સંબંધ નિભાવ
પણ અચાનક
બદલાઈ જવાનું
કારણ તો બતાવ
હું ક્યાં કહું છું
તું મજબૂર થઈ
મારી સાથે નો
સંબંધ નિભાવ
પણ સંબંધ
તોડવાનું કારણ
તો બતાવ