એના ચહેરા પર ખડકાયેલું મૌન મને અકળાવી મુકતું હતું . આંખોમાં તો જાણે કેટલીય ફરિયાદોનો ઢગલો હતો . ' એ ' એટલે બીજું કોઈ નહી પણ હું અને અરીસો અરીસામાં દેખાતું મારુ ઉદાસ પ્રતિબિંબ મને જ રડાવી રહ્યું હતું . નાના અમથા તણખલાની માફક મારો સ્વભાવ કોઈને ચુભે છે . નાની અમથી એવી ભૂલો મારી વારંવાર શોધે છે . કહું કોને કે હું ....લોકોમાં શુ શોધું છું? 🤔 દૂધ જેવા સ્વચ્છ , નિર્મળ અને પવિત્ર આ દુનિયાના લોકો હશે જ .., એટલે જ કદાચ સુકાયેલ તણખલાની માફક ચુભતો રહુ છુ , ફરી ફરી હું મારી જ જાતને કોસતો રહુ છુ .... બસ , આવું જ વિચારતા વિચારતા દૂર વાગી રહેલા ગીતોના શબ્દો કાને પડે છે .... ' है कौन वो दुनियामे ना पाप किया जिसने , बिन उल्जे काँटो से है फूल चुने किसने '... અને હું સ્તબ્ધ બની મારી જાતને અરીસામાં નિહાળતો રહુ છું અને મારી જાતને સુંદર રીતે સજાવી હસ્તા ચહેરે ફરી એક ઇનિંગ રમવા જિંદગીના મેદાનમા સુખપૂર્વક જીવવાના શ્રી ગણેશ કરું છું 🏃♀🏃♀🏃♀🏃♀