"સાબરમતી"
દધીચી એ આપ્યાં હાડના દાન,
બન્યું ઈન્દ્ર નું વજ્ર હથિયાર,
તે છે યગ્ન નું સફળ અભિયાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
એક સૂકલકડી શરીર,
લાકડી લઈ નીકળ્યો ફકીર,
આપવા આઝાદી નું વરદાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
સત્ય, અહિંસા ના શસ્ત્રો ધરી,
મૂઠી ભર માનવીના સંગે મળી,
આરંભે છે દાન્ડીયાત્રા ચપટી મીઠું લઈ,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
ઈતિહાસ થી પુરાણ સુધી,
પુરાણ થી આઝાદી સુધી,
દાનવ થી દેવ સુધી,
અહમદશાહ થી ગાન્ધી સુધી,
ની યાત્રા ની સાક્ષી છે સાબરમતી.
"ગીતા"