જીદંગી ના અનેક ઉતાર ચઠાવ ના ભાવો થી રંજીત છું એકલતા માં પણ સમય ની સાથે મેહફિલ માણી લઉ છું સમય ની સતત સફર માં કયાયં મળે વિરામ ને મૌન ની ભાષા ને હદય માં બસ નોધી લઉછું ખુશી ની ઘડીઓ કંયા મળેછે નિયમિત હવે જીવન ની ઘટમાળ ની પળો ને હળવાશ થી જોઉછુ સુખ અને દુઃખ ની ભેદરેખા જ બની પાતળી જીવન ના સંઘર્ષ ને બસ ગુજરતા સમય મા કંડારી લઉ છું મૌન દેખાતું હર પલ મારું માત્ર મૌન નથી હોતું સ્થિર નજરે પણ ઘણું બધું વ્યક્ત કરી લઉ છું થોડા હતા ઈચ્છા ના મિનારા તે પણ ડુબી રહ્યા ક્ષિતિજ માં વિખરાયેલા શબ્દો ના સહારે લાગણીઓ ને બસ અજંવાળી લઉ છું... મીનુ