ઘરમાં રાખો આવો ફાનસ લેમ્પ, ફેલાવે છે સકારાત્મકતા
જૂના જમાનામાં જ્યારે વીજળી નહોતી ત્યારે ઘરમાં ફાનસ લટકાવવામાં આવતા હતા. અંધારુ ભગાડનારા ફાનસ અને લેમ્પ વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ શાસ્ત્ર સાથે જોડાયેલા છે. આ બંનેને ઘર સુશોભનમાં સ્થાન આપો. ફાનસની ગણના ઘરમાં સમૃદ્ધિ વધારનાર તરીકે થાય છે.
આ રીતે લટકાવો ફાનસ
ઘરમાં ફાનસ લટકાવવાને શુભ માનવામાં આવે છે. તેમાંથી અનેક પ્રકારની ઊર્જાઓ નીકળે છે, જે સૌભાગ્ય લાવે છે. સફળતાની દિશા ‘શેંગ ચી’ને ભાગ્યશાળી બનાવવા માટે એક નાનું ફાનસ ઘરના મુખ્ય દરવાજાની બહાર લટકાવો અને તેનાથી થોડું મોટું મુખ્ય દરવાજાની અંદર. ત્યારબાદ એક ખૂબ જ મોટું ફાનસ ડાઈનિંગ રૂમની છત પર લટકાવો, જેથી તેમાંથી આવવાવાળી યાંગ ઊર્જાઓ ટેબલ પર પડેલ ભોજન સામગ્રી પર સકારાત્મક પ્રભાવ નાંખે.
ઘરમાં ફાનસ લટકાવવાની સૌથી યોગ્ય જગ્યા છે, દક્ષિણ-પશ્ચિમ ખૂણો. અહીંયા અગ્નિ તથા પૃથ્વી તત્ત્વોનું મિશ્રણ ઘરના દરેક સદસ્ય માટે પ્રેમ તથા સૌભાગ્ય લાવે છે. વિવાહિત દંપતિ એકબીજાથી ખૂબ જ ખુશ રહે છે, જ્યારે યુવાનોને પાર્ટનરની પ્રાપ્તિ થાય છે.
ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ફાનસની હાજરી પરિવારના સભ્યોના સંબંધોને ગાઢ બનાવે છે અને ભાગ્યને ચમકાવે છે. તેનાથી ઘરના દરેક સભ્ય, મિત્રો તથા સંબંધીઓમાં લોકપ્રિયતા મેળવે છે. ઈર્ષ્યા અને દ્વેષ ખતમ થઈ જાય છે.
ધ્યાન રાખો, ફાનસ ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવું જોઈએ. ઘરના બીજા કોઈ ખૂણામાં નહીં.
ભાગ્ય માટે ઝગમગતી રોશની
લોનવાળા બગીચામાં જમીન કરતાં પાંચ ફૂટ ઉપર વાંસના ત્રણ ગોળ બલ્બ ચાલુ કરી દો. તેનાથી પૃથ્વી ઊર્જાનો વિકાસ થાય છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણો એવી જગ્યા છે, જ્યાં પાંચ તત્ત્વોમાંથી પૃથ્વીનો પ્રભાવ સૌથી વધારે પડે છે.
જો ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લોન નથી અથવા એપાર્ટમેન્ટમાં રહો છો, તો બાલ્કની અથવા ટેરેસના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પ્રકાશની વ્યવસ્થા કરી શકાય છે. જો છત પર લોન છે તો, અગાઉ બતાવવામાં આવ્યા પ્રમાણે પ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ. ત્રણના બદલે બે બલ્બ પણ ચાલુ કરી શકો છો. બેનો આંકડો દક્ષિણ-પશ્ચિમ ખૂણા સાથે સંલગ્ન ગણવામાં આવે છે.
જો તમે બે રૂમના નાના ફલેટમાં રહો છો, તો જે રૂમમાં વધારે સમય પસાર થતો હોય, તેને ઊર્જા-સંપન્ન કરો. કંપાસ વડે રૂમના દક્ષિણ-પશ્ચિમ ભાગની જાણકારી મળી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શાનદાર લેમ્પ લગાવવો જોઈએ. તેનો પ્રકાશ લાલ અથવા પીળો અથવા નારંગી રંગનો હોવો જોઈએ. તેનાથી યાંગ ઊર્જા મજબૂત થાય છે. લેમ્પ ખૂબ જ મોટો ના હોય, ખૂબ જ નાનો. લેમ્પ ટેબલ પર પણ રાખી શકાય છે. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, લેમ્પ જમીન કરતા પાંચ ફૂટ ઉપર રાખવામાં આવે. આ ખૂણામાં બલ્બ અથવા ફાનસ પણ લટકાવી શકાય છે, પરંતુ બાથરૂમમાં આ રીતની વ્યવસ્થા ન કરવી જોઈએ.