તમારી સાથે બને આ ઘટના, તો સમજો લક્ષ્મીદેવી કરશે લખલૂટ ધનવર્ષા
કોઇપણ વ્યક્તિની ધનસંબંધી મનોકામના ક્યારે પૂર્ણ થશે, ક્યારે મહાલક્ષ્મીની કૃપા મળશે, તે જાણાવા માટે જ્યોતિષમાં થોડા સંકેતો જણાવવામાં આવ્યા છે. જાણો, લક્ષ્મી કૃપા સાથે જોડાયેલા 15 શુભ સંકેત એટલે શુકન.....
1-જો કોઇ વ્યક્તિના સપનામાં સતત પાણી, હરિયાળી, લક્ષ્મીજીનું વાહન ઘુવડ જોવા મળે તો સમજી લેવું જોઇએ કે નજીકના ભવિષ્યમાં લક્ષ્મીકૃપાથી ધન સંબંધી બાધાઓ દૂર થઇ શકે છે.
2-જો તમે કોઇ જરૂરી કામ માટે જઇ રહ્યા છો અને રસ્તામાં લાલ સાડી પહેરેલી સોળ શ્રૃંગાર કરેલી કોઇ સ્ત્રી જોવા મળે તો આ સંકેત પણ મહાલક્ષ્મીની કૃપાનો જ ઇશારો છે. જો સંકેત જો તમને જોવા મળે તો સમજી જવું કે તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધી જશે.
3-સવારે ઉઠીને શંખ, મંદિરનો ઘંટ વગેરેના અવાજો સંભળાય તો તે પણ શુભ સંકેત છે.
4-કોઇ-કોઇ વ્યક્તિને સવાર-સવારમાં શેરડી જોવા મળે તો નજીકના ભવિષ્યમાં તેને ધન સંબંધી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
5- જો સવારે ઉઠીને તરત જ તમારી નજર દહી કે દૂધથી ભરેલાં વાસણ પર પડે તો તેને પણ શુભ સંકેત સમજી શકાય છે.
6-શ્રીફળ, શંખ, મોર, હંસ, ફૂલ, ફુલમાળા વગેરે વસ્તુઓ સવાર-સવારમાં જોવા મળે તો આ સંકેતને પણ શુભ સંકેત માનવામાં આવે છે.
7- સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. શાસ્ત્રો મુજબ શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા વિશેષ કૃપા કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો કોઇ કન્યા તમને સિક્કો આપે તો તે પણ શુભ સંકેત છે. આવું થવા પર સમજી લેવું જોઇએ કે તમને નજીકના ભવિષ્યમાં ધનલાભ થવાનો છે.
8- જો ઘરથી નીકળતી ગાય જોવા મળે તો શુભ સંકેત થઇ શકે છે. સફેદ ગાય હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે. કાળી ગાય હોય તો વધારે શુભ સંકેત માનવામાં આવતો નથી.
9- જો કોઇ વ્યક્તિના સપનામાં સફેદ સાંપ, સોના જેવો સાંપ જોવા મળે તો આ સંકેત પણ મહાલક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે. આ સંકેત મળે તો નજીકના ભવિષ્યમાં ધન સંબંધી કાર્યોમાં કોઇ વિશેષ ઉપલબ્ધી હાસલ થઇ શકે છે.
10-જો કોઇ વ્યક્તિને આવતી કે જતી સમયે કોઇ સફેદ સાંપ જોવા મળે તો આ સંકેત પણ મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો સંકેત છે.
11- જ્યારે તમારા ઘર કે ઓફિસમાં અચાનક ઘુવટ આવી જાય તો સમજી લેવું જોઇએ કે તમને ભવિષ્યમાં કોઇ મોટો લાભ થવાનો છે. શાસ્ત્રો મુજબ મહાલક્ષ્મીનું વાહન ઘુવડ છે એટલે કે, તે ઘરમાં આવે તો શુભ સંકેત માનવામાં આવે છે.
12- કોઇપણ શુક્રવારે ઘરથી બહાર નીકળતી સમયે કોઇ નાની છોકરી પાણીથી ભરેલું કળશ ઉઠાવતી જોવા મળે તો તે પણ શુભ સંકેત છે. કળશ ભરેલો હોય તો ભવિષ્યમાં ધનલાભ મળવાની સંભાવના બની શકે છે. જો કળશ ખાલી હોય તો ધન સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી જોઇએ.
13- કોઇ યાત્રા પર જતી સમયે સીધા (જમણા) હાથ બાજુ સાંપ, વાનર, કૂતરો કે કોઇ પક્ષી જોવા મળે તો તે સંકેત પણ શુભ શુકન માનવામાં આવે છે. યાત્રા મંગળમય રહે છે.
14- જો કોઇ સ્ત્રી લાલ સાડી અને સોળ શ્રૃંગાર કરેલી જોવા મળે તો તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ઘરથી નીકળતી સમયે આ શુકન હોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય
15- જો ઘરથી નીકળતી સમયે કોઇ સફાઇકર્મી જોવા મળે તો તે પણ શુભ શુકન માનવામાં આવે છે.