તું આવે ત્યારે મને ખૂબ ગમે છે ,
જાણે આખુ આકાશ થનગને છે ,
તું આવે ત્યારે મને ખૂબ ગમે છે !
જાણે મારા અંદર ખાને એક ધીમુ સ્મિત થઈ બને છે ,
તું આવે ત્યારે મને ખૂબ ગમે છે
તું જાણે છે ? જોવું છુ તને રોજ દૂર થી!
ઈચ્છું છુ કે ફકત તારી નજર તો કોઈ વાર
ટકરાઈ મારી નજરો થી ,
તું આવે ત્યારે મને ખૂબ ગમે છે ,
શું કહું તને ? હું મ્રુગજળ ની પાછળ ભાગુ છુ,
ને તું થપ્પો આપી ચાલ્યો જાય છે !
તું આવે ત્યારે મને ખૂબ ગમે છે ,
કોઈ વાર તો થશે તારો મારો ભેટો એ આશ માં
આ દિવસો વહી જાય છે ,
હા , તું આવે ત્યારે મને ખૂબ ગમે છે .
ખરેખર આવશે એ દિન કે આવશે તારો વારો
અને તું જ કહીશ કે તું છે તો મને ખૂબ ગમે છે
જીજ્ઞાશા