છોડીને ઝાડવાને ઉડી રહ્યું છે પંખી
આકાશ આંબવાને ઉડી રહ્યું છે પંખી
'ના પાંખની કદર છે ના જાતમાં છે ક્ષમતા'
મ્હેણું એ ભાંગવાને ઉડી રહ્યું છે પંખી
સુની પડી ગયેલી પાકટ હવાની કુખે
ટહુકાઓ સ્થાપવાને ઉડી રહ્યું છે પંખી.
'ચણ-સ્થળનો મોહ ત્યાગી નીકળી શકે તે પામે'-
આ સત્ય પામવાને ઉડી રહ્યું છે પંખી !
-શબનમ