કોણે કહ્યું તું પીંજરામાં પુરાયો છે,
પીંજરાનો દરવાજોતો ખુલ્લોજ છે.
તું જાતે નક્કી કર તારે કઇ દિશામાં ઉડવું છે,
બાકી પાંખો તો તારી પાસેજ છે.
જરાય ગભરાતો નહી આ મુક્ત આકાશમાં,
આવશે અનેક અવરોધો પણ હતાશ જરાય થજે નહિ.
જો જરીક વિરામ કર ઝાડની ડાળી પર,
તો સંભાળજે ધણા મળશે ડાળી કાપનારા.
પહોંચીશ જરુર તું તારી મંઝિલ સુધી,
રાખજે વિશ્ર્વાસ તું તારી ઉડાન પર.
જ્યારે ભરે તું તારી દિશામાં ઉડાન,
પણ યાદ રાખજે દરવાજો ખુલ્લો જ છે.