ખબર છે નથી આવી તું,
છતાં તારી વાટ જોઈ રહ્યો છું,
ઘણું છે ઇન્તજારનું દર્દ,
એ આજ હું અનુભવી રહ્યો છું,
નથી નીકળતી એક પણ પળ તારા વગર,
સમય ને પરાણે ધક્કો મારી રહ્યો છું,
મન ઘણું ઉદાસ છે તારા વગર,
છતાં મુસ્કાન હોઠ ઉપર લાવી રહ્યો છું,
અધૂરો છું હું તારા પ્રેમ વગર, (Meera)
એવું આજ તને દિલ થી હું કહી રહ્યો છું..