જ્યારે સમજણથી બાંધ્યા હૃદયના તાર પ્રભુનામ જોડે,
સુધબુધ ભૂલી જપતાં લાગી તાલાવેલી પ્રભુનામ જોડે.
ગઝલ કે ગીત લખતાં લૌકિક ને અલૌકિક પ્રભુનામ જોડે,
આકાર રહિત ને અનેક આકારોવાળા પ્રભુ નામ જોડે.
સુઝે નહિં બીજું હરક્ષણ શ્યામનું શરણ પ્રભુનામ જોડે,
નિભાવી ના શકી વચન શ્વાસોની સરગમ પ્રભુનામ જોડે.
નિત્ય મિલનની આશ કરું હું ઉપાસના પ્રભુનામ જોડે,
મહેક અસ્તિત્વ તારા નામથી સહવાસ પ્રભુનામ જોડે.
ખોયું સઘળું જીવન પર્યંત ઘેલું મન પ્રભુ નામ જોડે,
'શ્રીકૃપા' કરો ગોવિંદ રટણ અંતકાળે પ્રભુ નામ જોડે.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.