ભીતરમહીથી એક જૂનું દરદ ડોકિયું કરે છે,
મારા સવાલો પર મૌન બની પરેશાન કરે છે.
છે મારા જે મને મારા હાસ્યથી ઓળખે છે,
કેમ કહું એકલતામાં આંખો હીબકાં ભરે છે.
કેમ ના કરું અપેક્ષા, એ કોઈ ગુનો તો નથી !
મારી આ વાત પર ઈશ તું કેમ મૌન ધરે છે ?
માંગી માંગીને પણ એવું તે શું માંગી લીધું મેં,
કહીશ ? એક મમતા તુજથી સવાલ કરે છે !
હાં જાણું છું જરૂરી નથી કે બધાને બધું મળે,
પણ આપીને લઇ લેવું આવું શું કામ કરે છે ?
ભીતરમહીથી એક જૂનું દરદ ડોકિયું કરે છે,
મારા સવાલો પર મૌન બની પરેશાન કરે છે !
મિલન લાડ. " મન "
વલસાડ.