Gujarati Quote in Poem by Niyati Kapadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તું મારી સાથે આવજે
આપણે સાથે સાથે ચાલીશું
આગળ જ્યાં રસ્તો ફંટાય જાય
તું વળી શકે છે બીજી બાજું
હું તને ક્યારેય નહી રોકી શકું
તું ચાલ્યો મારી સાથે થોડુક
કદમથી કદમ મિલાવી એજ ઘણું
પીડા થશે મને એ હું સહી લઈશ
તારી લાગણીમાં બાધા નહીં બનું
તારામાં કોઈ દોષ શોધ્યો જડતો નથી
પ્રેમ આંધળો હોય છે, સાચું હશે!
એક ઉમ્મીદ, એક આશા અને ભરોસો
બસ આટલું જ છે આપણી વચ્ચે
રોજ સાંજ ઢળતી હતી અંધારું લઈ
હવે રાત વીતે છે નવા સપના સંગ
આજ તો છે સુંદરતા તારા સાથની
મનેય ખબર ના પડી એમ આવીને તું
ચોરીથી, છુપાઈને કમાલ કરી ગયો
મારા બેરંગ, નિરસ સપનામાં રંગ ભરી ગયો...

એક તું મારી સાથે આવજે
આપણે સાથે સાથે ચાલીશું
આગળ જ્યાં રસ્તો ફંટાઈ જાય
તું વળી શકે છે બીજી બાજુ...
પણ સાચું કહું, તો તું ચાલ્યો આવજે
મારી સાથે ને સાથે જ અનંત સફરે
મંઝિલ શું છે? ક્યાં જવાનું છે?
કંઈ પૂછયા વગર, કોઈ સવાલ વગર
આપણે બસ ફરતા રહીશું ફિકર વગર
જેમ સૂરજની આસપાસ પૃથ્વી ફરે છે એમ
જેમ પૃથ્વીની પ્રદક્ષિણા ચાંદો કરે છે એમ
કોઈ સ્વાર્થ નહીં, કોઈ માંગણી નહીં
એકમેકને રાજી જોઈ રાજી થવાનું
થોડું અઘરું જરૂર છે, અશક્ય નથી
પ્રેમ માંગવાનો નહીં બસ આપવાનો
જ્યાં સુધી આપણે ખાલી ના થઇએ ત્યાં સુધી
જ્યાં સુધી આપણે ખલાસ ના થઇએ ત્યાં સુધી
એક તું જ આપી શકીશ મારા ગાંડપણમાં સાથ
એક તું મારી સાથે આવજે
આપણે સાથે સાથે ચાલશું...!
- નિયતી કાપડિયા
#niyati_kapadia

Gujarati Poem by Niyati Kapadia : 111335789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now