શપથ સખત જોઈએ
નિયમમાં સંયમ જોઈએ
લક્ષ્ય સઘન જોઈએ
લગનમા તપન જોઈએ
ઈરાદો બુલંદ જોઈએ
ઊંચી પસંદ જોઈએ
વિચારો ગહન જોઈએ
શંકાનું શમન જોઈએ
સંપ માં જંપ જોઈએ
દ્વેષ નો અંત જોઈએ
આંખ માં અમન જોઈએ
વાતમાં વજન જોઈએ
ભક્તિ પરમ જોઈએ
પાપની શરમ જોઈએ
તપ માં સત જોઈએ
ચિત્ત પર વશ જોઈએ
કર્મો પવિત્ર જોઈએ
ઉત્તમ ચરિત્ર જોઈએ
અહં નું શમન જોઈએ
ઉર્ધ્વ ગમન જોઈએ