' ' મળી જાય એ દિવસો ' '
કેવી ચાલે છે જીંદગી ? ?
ના પૂછે કોઇ આવો સવાલ ,
લાગે છે હવે આ પ્રકરણ અઘરુ ,
સવાર થઈ ને ક્યારે રાત થઈ !
અને પાછી સવાર , ચાલે છે રોજ ચક્ર
હાસ્ય ઉલ્લાસ તો કરી લઈએ થોડુ પણ ?
શું જીંદગી માટે કાફી છે આટલુ ?
એ જુના દોસ્તો મળી જાય બે ઘડી ,
આવી જાય એ જ સવાર જયા રમતા બધા સાથો સાથ
એ જ પાડોશી ના ઘરે બેલ મારી છુપાઇ જવાની મસ્તી,
ને એ જ મસ્તી માં અચાનક પકડાઈ જવાની મજા,
ઘણી વાર પપ્પા ના ઠપકા થી ચુપ ,
થોડી વાર માટે નું મૌન અને પાછા રાજા ,
છુટ્ટા આવતા મમ્મી ના વેલણ
આપણે બચી જતા ને વેલણ ના થઈ જતા ટુકડા ,
ક્યાંથી લઈ આવીએ એ રમતો ખો ખો ને કબડ્ડી ,
જાણે એ જ હતી દુનિયા ગજબ ની ,
ઘરે ભુલાઈ ગયેલ લેસન ની નોટ વગર
આવી જતા મિત્રો બચાવવા આમંત્રણ વગર ,
જીંદગી તો છે ગજબ ની ભાઈ,
આ તો છે ઉપર વાળા ની ભેટ
જીવી લેવા છે નાના માં નાના દરેક પળ
આ જવાબદારી આ મજબૂરી ને આ રોજ ની દોડા દોડ થી અલગ
એક એક દિવસ જાય છે , ને ચિન્તા વધતી જાય છે ,
ક્યારે આવશે આપણો પણ દોર ? જયારે
નસીબ ના હશે જોર , ચાહ છે બસ એટલી કે
શ્વાસ માં ભરી લઉ આપણી મૈત્રી ,
કોઈક દિવસ જો મળી જાય કરવા ડોકિયું
લઈ આવુ એ ગલ્લા પરની ચા ની મહેફિલ
ચૂસકી લેતા લેતા ભૂલી જઈએ બધા ગમ,
જયારે હોઈ સાથે આપણા દોસ્ત હમદમ ,
જિંદગી તો એ જ હતી હવે કયા એવો માહોલ ,
કોઇ દિવસ મળે જો સમય ડૂબકી લગાવી આવુ તરત
યાદો ના ખજાના માંથી ગોતી લાવું દોસ્તી નામનુ મોતી
જવુ પાછો કોલેજ ની એજ ગલી, બાઈક ની કિક લગાવી ફરી,
લિ .જીજ્ઞાશા પટેલ