દરિયાનું વહેણ આમજ શમી જશે કોને ખબર હતી ?
મિલન આપણું આખરી બની જશે કોને ખબર હતી ?
વાત કરતાં કરતાં અધૂરી રહી જશે કોને ખબર હતી ?
હૃદયની લીલાશ આમ સુકાઈ જશે કોને ખબર હતી ?
લાગણીઓ જીવંત રહેશે જ્યાં સુધી જીવ છે કાયામાં,
પળની દુરીમાં ગુંગળાઈને મરી જશે કોને ખબર હતી ?
જોયા હતા મીઠાં સપના સાથ રહીને જે પણ આપણે,
કાંચ સમા તૂટીને ચૂર ચૂર થઈ જશે કોને ખબર હતી ?
આખરી છે ક્ષણ, લઇ આલિંગનમાં તને રડવું છે મારે !
ઊગતા સૂરજે તું બીજાની થઈ જશે કોને ખબર હતી ?
મિલન લાડ. " મન "
વલસાડ. કિલ્લા પારડી.