🙏ખમ્મા મા ખોડિયાર ખમ્મા 🙏
વિક્રમ સંવત ૭૫૬ ઈસ ૭૦૦ ની વાત છે .ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકા ના રોહિશાળા શ્રી મામડીયા ચારણ દેવ રહેતા હતા. તેઓ માલધારી હતા અને પરમ શિવ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા ખુબજ માયાળુ હતા . તેઓ ખાધે પીધે સુખી હતા પણ તેમનૈ સવાશેર માટીની ખોટ હતી .તે દુઃખ બને માનવી હતુ . શ્રી મામડિયા ચારણ અને દેવળબા પરોપકારી માયાળુ અને સેવાભાવી હતા,
તે સમયે ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર ગામે રજવી શિલાદિત્ય રાજા રાજ કરતા હતા. અને તમને શ્રી મામડિયા ચારણ સાથે ગાઢ દોસ્તી હતી . રાજવી મામડિયા ચારણદેવનુ મો જોઈ કહુંબો સાથે લેતા. આવા ગાઢ સબંધો જોઈ ને અમુક અદેખા દરબારી ને ઈર્ષા થતી . તેમણે રાજા ની કાન ભંભેરણી ચાલુ કરી કે મામડિયા ચારણ વાંઝીયા છે એમનુ મો ન જોવાય આવી અદેખાઓની વાત અસર કરી કહેવત છે "રાજા વાજા ને વાંદરા કોઈના થાય નહી.
બીજે દિવસે મામડિયા ચારણ દેવ રાજ મહેલે પોંહચ્યા તો રાજા શિલાદિત્ય મુખ આગળ પડદો રાખી બોલ્યા કે " હુ વાઝીયાનુ મો જોવા માંગતો નથી તમે જાવ" આવો જાકારો મળતા મેમડિયા ચારણ ઘરે પરત થયા અને દેવળબા ને વાત કરી બે માણસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ચારણદેવ બોલ્યા કે હુ શિવ તપ કરી સંતાન નુ વરદાન લઈશ કાં પ્રાણ ત્યાગીશ. એ પછી મામડિયા ચારણ શિવ મંદિર તપ કરવા ગયા.
જંગલ હતું,ત્યા એક અપુજ શિવ મંદિર જોયુ . ચારણ દેવ તપ કરવા બેસી ગયા. અન્ન જળનો ત્યાગ કર્યો છ મહિના ઉગ્ર તપ કર્યુ તો પણ ભોળાનાથ પ્રસન્ન ન થયા. પછી મામડિયા દેવે કમળ પુજા કરવા તરવાર કાઢી પોતાનુ મસ્તક શિવજી ના ચરણ મા અર્પણ કરવાની તૈયારી કરતા સાક્ષાત ભોળાનાથ પ્રગટ થયા ચારણદેવ નો હાથ પકડી કહ્યુ " માંગ માંગ તે આપુ" મામડિયા ચારણે કહ્યુ " હૈ ભોળનાથ મારે સંતાન સુખ આપો . " ત્યારે માહદેવ બોલ્યા કે પાતળ લોકના નાગદેવની સાત નાગ કન્યા અને એક નાગ પુત્ર તમારે ત્યાં પુત્ર અને પુત્રી તરીકે અવતાર ધારણ કરશે.
ચારણ મેમડિયાદેવ ઘરે પાછા આવ્યા તેમણે તેમના ઘરવાળા દેવળબાને વાત કરી . બીજે દિવસે મહાસુદ આઠમ ને સોમવાર હતો સવાર માં આઠ ખાલી ઘોડિયા મુકયા મહાદેવના વરદાન મુજબ સાત નાગ કન્યા અને એક નાગપુત્ર પ્રગટ થયા, અને માનવ બાળક માં પરિવર્તન પામ્યા નાગ કન્યા પુત્રી રુપે અને નાગ બાળક પુત્ર રૂપે પ્રગટ થયા તેમના નામ આ રીતે રાખ્યા આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ તે ખોડિયાર માતા અને તેમના ભાઈનુ નામ મેરખિયો અથવા મેરખો . તેમનુ વહાન મગર છે મા ખોડિયાર નો તે દિવસ પ્રાગટ્ય દિન હોય દર વરસે મા ખોડિયારનો પ્રાગટ્યદિન ઉજવાય છે આવતી કાલે મહાસુદ આઠમ છે પરમ સુખ દાયક મોક્ષદાતા આઇ શ્રી ખોડિયાર માતા નો જન્મ દિવસ બધે ખુબ ધામ ધુમ થી ઉજવાશે
ભાવનગર નજીક રાજપરા ગામે ખોડિયાર મંદિરે આ વરસે અનાથ બાળકો ને ગરમ વસ્ત્રદાન અને ભોજન કરાવાશે . આ બાબત પુજ્ય વિરેન ગોસ્વામી ટ્રસ્ટી શ્રી સાથે ટેલીફોનીક વાત મા જાણ થઈ . તો આ છે આઇ શ્રી ખોડિયાર માતાની વાત ...
🙏 પ્રેમથી બોલો જય ખોડિયાર માતા 🙏