ધન્ય ઘણી શુરાની જનની જેણે જન્મ્યા વીરો ભારતમાં
અમુલ્ય વારસો એ ધરાનો સમાયો ઉંડા એના થાનકમાં
લખ્યું જેણે શાસ્ત્રજ્ઞાન એ ઋષિઓનો ઘણો આભાર
શાસ્ત્રો છે ઘણા જૂના છતા વિજ્ઞાનનો છે મોટો આધાર
જપ તપ કરતા ઋષિમુનિને જન્મયા ઘણા દેવ -અસુર
પવિત્ર ધરા હિન્દની દિસંતુ જ્યાં દેવ દાનવોનું નુર
સુભાષ ગાંધી સરદાર જેવા થયા અનેક વીર અપાર
પરંપરા છે યુગોતણી જન્મ લેશે ઈશ એજ ધરા પર
મીરાબાઈ થઈ ભક્તનારી લક્ષમીબાઈ થઈ વીરાંગના
જન્મે એવી અનેકાનેક નારી દેશમાં થતા કોઈ દંગ ના
શત શત નમન હિન્દ ધરાને હર કાર્ય હોય દેશ કાજ
જનનીને વિનવે તેજલ હર જન્મ દેજે હિન્દમાંજ
- તેજલ વઘાસિયા (ઉમરાળી, જૂનાગઢ)
જંગ એ ગુજરાતમાં અને લોકદિન ન્યુઝ પેપરમાં મારી કવિતા
જય હિન્દ જય ભારત
જય જવાન જય કિસાન
ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભેચ્છા