મારા જ રસ્તે શુ કાજે અડચણ બની પડ્યા,
સમસ્યા ક્યા હતી ઓછી તે તમે મળી ગયા,?
હશે માર્ગ પસંદગીની ખામી તોય મળી પડ્યા,
વણ ઉકેલ્યા કોયડા જો જવાબ મળી ગયા,
ઢોંગી કોરા કાગળને કાળા અક્ષરો મળી પડ્યા
ને ગઝલના ઓરડે શબ્દે સ્વપ્નો મળી ગયા,
પ્રેમ પંખો કેટલી ઉતાવળી આંખે મળી પડ્યા?
અમીદ્રષ્ટી આંખોની અમૂલ્ય દ્રશ્યો મળી ગયા,
દિવાના બન્યા અનહદ જ્યારથી મળી પડ્યા,
ઉલેચ્યા સવાલો જવાબ આપનાર મળી ગયા,
સંગત મહોબત અડચણ બનાવી મળી પડ્યા,
ગમતાને મન મળ્યુ 'વિજ' જ્યારે મળી ગયા,
#વિજય_vp ❤