Listen Garud Puran For Realization Of Death
કોઈના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે આટલું કામ જરૂર કરવું જોઈએ!
જન્મ અને મૃત્યુ એક એવું ચક્ર છે જે અનવરત ચાલતુ જ રહે છે. જે વ્યક્તિને જન્મ લીધો છે તેનું એક દિવસ મૃત્યુ ચોક્કસ પ્રાપ્ત થાય છે. જન્મથી મૃત્યુ સુધી આપણને અનેક કાર્ય કરતા રહીએ છીએ. આ કાર્યોના સંબંધમાં ઋષિ-મુનિઓ અને વિદ્વાનો દ્વારા અનેક પરંપરાઓ બતાવવામાં આવી છે, જેનું પાલન કરવું ઘણી હદે અનિવાર્ય માનવામાં આવ્યું છે. જીવનની સાથે-સાથે મૃત્યુ પછી પણ કેટલીક પરંપરાઓ છે, જેનું પાલન મૃત વ્યક્તિના પરિવારવાળાએ કરવાનું હોય છે. આ પરંપરાઓમાંથી એક છે, ઘરના કોઈ સદસ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનું. કોઈ પંડિત દ્વારા ગરુડ પુરાણ વંચાવવામાં આવે છે અને ઘરના બધા સદસ્યો તેનું શ્રવણ કરે છે.
જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલ બધા સવાલના જવાબ છે ગરુડ પુરાણમાઃ-
પરિવારના કોઈપણ સદસ્યનું મૃત્યુ થયા પછી ગરુડ પુરાણ સાંભળવાની પ્રાચીન પરંપરા છે. આજે પણ અનેક લોકો આ પરંપરાનું પાલન કરે છે. સામાન્ય રીતે લોકોના મનમાં જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલ નેક પ્રશ્નોના જવાબ જાણવાની ઉત્સુકતા રહે છે. જ્યારે પણ કોઈ માણસનું મૃત્યું થાય છે તો પરિવારના બાકી સદસ્યો એવું વિચારે છે કે મૃત્યુ શા માટે છાય છે, ગરુડ પુરાણમાં જન્મ-મૃત્યુ સાથે જોડાયેલા બધા સવાલોના જવાબ બતાવ્યા છે.
ગરુડ પુરાણનું જ્ઞાન સમજવાથી મળે છે પ્રારણાઃ-
ગરુડ પુરાણમાં બતાવામાં આવેલ રહસ્યોને સમજ્યા પછી મૃત વ્યક્તિના પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને તેઓ જીવનમાં આગળ વધવા માટે પ્રેરીત થાય છે. આ પુરાણનું જ્ઞાન એ પ્રેરણા આપે છે કે આપણે જીવનમાં સારા કાર્યો જ કરવા જોઈએ. બધા જાણે છે કે જે જેવું કર્મ કરે છે, તેને તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. આ વાતો ગરુડ પુરાણમાં બતાવવામાં આવી છે.
આપણને મળે છે દરેક સારા-ખરાબ કર્મોનું ફળઃ-
ગરુડ પુરાણ પ્રમાણે કર્મોનું ફલ વ્યક્તિને તેના જીવનમાં મળે જ છે, સાથે જ મર્યા પછી પણ કર્મોનું સારું-ખરાબ ફળ આત્માને ભોગવવું પડે છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કોઈ કોઈના મૃત્યુ પછીનો સમય નક્કી કરવામાં આવ્યો જેથી તે સમયે આપણે જન્મ-મૃત્યુ સાથે જોડાયેલ બધા સત્ય જાણી શકે અને મૃત વ્યક્તિના દૂર થવાનો દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકીએ.
ગરુડ પુરાણનો પરિચયઃ-
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે. તેમાં શ્રીહરિના 24 અવતારોની કથાનો ઉલ્લેખ છે. ગરુડ પુરાણની શરુઆત મનુ અને સૃષ્ટિની ઉત્પતિથી થાય છે. ત્યારબાદ અન્ય પૌરાણિક કથાઓ પણ છે. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહોનો મંત્ર, શિવ-પાર્વતી પૂજાનું મહત્વ, ઈન્દ્ર, સરસ્વતી અને નવ શક્તિઓની પણ જાણકારી આ પુરાણમાં આપવામાં આવી છે.
મૂળ ગરુડ પુરાણને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગમાં શ્રીહરિની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બીજા ભાગમાં જન્મ-મૃત્યુના રહસ્યો બતાવ્યા છે. અલગ-અલગ નરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃત્યુ પછી આત્માનું શું મહત્વ હોય છે, તેને કઈ રીતે બીજી યોનીઓમાં જન્મ લે છે, શ્રાદ્ધ અને પિતૃકર્મનું મહત્વ બતાવ્યું છે.