સપ્તરંગી
રંગવું છે નભ
*સપ્તરંગી *...!
જેને જોતા જ
રવિ રમવા આવે
ભૂલે તાપ..!
શશિ રમે સંતાકૂકડી
આપે શીત...!
તારલિયા ખેંચે દોર
પેલા પતંગ ને કંડીલ
કરે શોર...!
મન મૂકી ધાબે
બાળ કરે કિલ્લોલ..
કાપ્યો છે..
કાપ્યો છે
વાદળાં કરે કંપન..!
મારે..બા જોને..
રંગવું છે નભ
*સપ્તરંગી*..!
જયશ્રી પટેલ
૧૫/૧/૨૦૨૦