સપ્ત રંગોને સજાવી મારા જીવનમાં,
જીવન પતંગ દોર તમારા હાથમાં.
ઉડતી પતંગ મારી રાખજો કાબૂમાં,
ઝોલા ખાતી પતંગ અનુકૂળ પવનમાં.
ચગાવવા પતંગ નથી કોઈના કાપવામાં,
ઊંચાઈ એકબીજાની જોઈ આનંદમાં.
લડાતા પેચ પરિવાર ના વેર મનમાં,
સ્થિર રાખજો ઇશ્વર અસંખ્ય ટોળામાં.
બાંધવા જીવનદોર પ્રાણ પૂરી મંત્રોમાં,
ચગાવવા ઉંચે આકાશ અનુષ્ઠાનમાં.
ભરોસો રાખી તમારાં દોરી સંચારમાં,
ઢીલ કે પેચ પકડી રાખજો ઊંચે નભમાં.
સોંપી સંધાન જીવન પતંગ રસાકસીમાં,
'શ્રીકૃપા' કરી રાખજો અનુસંધાન મૂળમાં.
દિપ્તી પટેલ (શ્રીકૃપા)
વડોદરા.