પતંગ......
આકાશ સાત રંગે છવાયું છે,
ચોતરફ કાપ્યો છે ને લપેટ ના સાદે ગુંજે,
હું એ જ પતંગ જેને ચગાવી લોકો હરખાતાં,
મને જોઇ બાળકો,ઘરડા ના ભેદ ભુલાતા.
આજ ના દિવસે તો હું આકાશ નો રાજા,
મને જે લુંટે હું ક્ષણિક તેનો બની જાવુ,
મને સૌ ઉડાડે મજા થી દોર છુટે તો
હું ઊંચા આસમાને ઉડતો જઈ નભ શોભાવું.
મને લુંટી ને લોકો આનંદ મનાવે,
હું કપાઈ જાવ ને લોકદિલ ઉદાસ થાય.
મિત્ર મિત્ર વચ્ચે ઝગડો કરાવુ,
પક્ષીઓનો કાળ કહેવાવુ.
મારાથી આકાશ રંગબેરંગી લાગે,
લોક દિલે મને લુંટવા ની ઝંખના જાગે.
ઉતરાયણ પુરતો હું રાજા કહેવાવું,
બીજે દી હું કચરાપેટી ને વહાલો થાતો.
મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા ઓ મારા વહાલા મિત્રો અને દીદીઓ સર
શૈમી ઓઝા "લફ્જ"