હરખુડી!
કેટલા દિવસ થી એ ઉતરાયણ ની રાહ જોઈ રહી હતી પ્રિયતમા મારી હરખુડી!!!
એને પેલા પપૂડા ને કેપ ને એવું બધુંય ગમે,હો!
ચીકી બનાવવા માટે કેટલાક દિવસથી બધું તૈયાર રાખ્યું 'તું.
આખરે ઉતરાયણ આવી, આગલી રાત્રે તો મારી પાસે કિન્યા બંધાવી બાંધવી ને થકવી દીધો હતો.
એને જોઉં ને હે તો એવું જ લાગે કે ઇજ પતંગ સે! થોડીવારે ને થોડી વારે એનામાં અંદરથીજ હવા આવે ને ઉપર જવાની કોશિશ કરે પણ એનો દોર પકડવા તો મનેજ આપે હો!!
ઘણી વાર તો એમ ક્યે ઢીલ ડ્યો ઢીલ!! પણ ગમે એટલી હું અને ઢીલ આપું ને હું તોય ઇ સેને છેલ્લે મને જ લપેટાઈ જાય.! દોર ફિરાકમાં પાછો વીંટાઈ એમ, ઇ મારી હરખુડી બોવ ઉછળ કુદ કરતી,સપનાઓ જોતી, પતંગને હોઈ એટલો દોર આપી દઈને પસી જેમ દૂર છેક નાની અમથી દેખાઈ જાય એટલી ઊંચે જાય એના કરતાઈ ઊંચા સપના,સહજ સ્વભાવ., મારુ બોવ ધ્યાન રાખે અને હુ'ઈ એનું., હરખુડીનું !!😊😊❤❤