હું અજવાશનું પંખી, અંધકાર મને નહીં ચાલે
હું મુક્ત ગગનનું પંખી, પીંજર મને નહીં ચાલે
રહી શકું જાત સાથે, જૂઠો સહવાસ મને નહીં ચાલે
હું અજવાશનું પંખી...
વિશ્વાસનો હું શ્ચાસ ભરું, અવિશ્વાસ મને નહીં ચાલે
આશનો બંધાણી સદા, નિરાશાની નિરાંત નહીં ચાલે
હું અજવાશનું પંખી.....