ઉત્તરાયણ_મકરસંક્રાતિ
ઉત્તરાયણ ના ચોક માં તાળી પાડે રંગીન ગગન,
માંજો પાઈ ને ધાબે પતંગ ને લૂંટે સેલ્ફી પવન.
અગાશી માં લાગ્યા ચશ્માં ટોપી ને ફોટા ના પેચ,
ઉપરથી સ્ટીરિયો બોલે ..'કાયપો છે'.. 'લપેટટટ'.
ગગને વગાડી પીપુડી .."સાવચેત થાજો..વિહંગ !
પાકે દોરે કપાશે પાંખો.... લૂંટવા અહીં પતંગ."
શેરડી ચીકી ખાઈ ને રવિ એ ખોલ્યા મકર દ્વાર,
ઊંધીયુ ચૂરમું ચાખી રાત્રે ઉડશે ટુકકલ ગુબ્બર.