મન મારું...
કેવા અનેકો શમણા કંઈક એવા રચ્યા કરે છે કે,
ના કયારેય રોકાય છે, ના કયારેય ટોકાય છે.
જીવનમાં કંઈક એવી સુંદર કૃતીઓનું નિર્માણ કરે છે કે,
ના એ વર્ણવાય છે, ના તો એ વિસરાય છે.
દરેક પળે કંઈક એવુ વિશિષ્ટ આપી જાય છે કે,
ના અનાદર કરાય છે, ના તો મનાઈ કરાય છે.
સ્વપ્નના દરેક પાસાની એવી ગોઠવણ કરે છે કે,
ના એમાં ભૂલ શોધાય છે, ના તો એની ફેરગોઠવણી કરાય છે,
વિચારોના વંટોળોનું કંઈક એવું સમાધાન આપી જાય છે,
ના એમાં કોઈ શંકા ને સ્થાન છે, ના તો એમાં કોઈ સવાલ છે.
સંબંધો માટે શબ્દોની રમતોમાં કંઈક એવું મૌન આપી જાય છે.
ના એ કહેવાય છે, ના તો એ સહેવાય છે.
બસ, આવું જ કંઈક છે મન મારું!