શિર્ષક - "લાખુભાની ગાડી"
પોલીસના લફડા અને હંધાય કામ પતાવી ઘરે
આવીને રાતે નિરાંતે કનકભા સુતા હતા ને અચાનક જ દરવાજો ખખડવા માંડ્યો તરત કનકભાની ઘરવાળી બોલ્યા "ઓ ધણી આ મધરાતે કુણ કમાડ ખખડાવ સ ? પાસુ કોનુ વૈતરૂ કરી આયા ? કનકભાએ ઉભા થઈ ધીમેથી કમાડ ખોલ્યું, હામે લાખુભાને જોઈ બોલ્યા "અરે લાખા તુ અટાણે ચોથી આયો ? હુ થયું તારી ગાડી તન પાસી મલી ક નઈ ?" લાખુભા એ જવાબ દીધો "મલી હોત તો પાસો કનકા તન મલવા હુ આવું તૂ જ કે મુ ન...? કોક કરી આપ લ્યા તું મારા માટે, નઈ તો મું સીધો એના પર મારી મા મેલડી સોડી મેલે જોજે.....
- સંકેત વ્યાસ (ઈશારો)