તારાજ થઈ ગયેલી લાગણીઓથી મઝધારે ડુબતા ,
સમાઈ આવન-જાવન શ્વાસોની જીવનમાં નિરાશા.
સમય ટુંકો થાય અવતારનો શ્રદ્ધાના ભરોસે
જૂઠની દુનિયામાં શોધું સત્ય પુંજ તારા ભરોસે.
જડવત આયખું અંધારે ,પાથરો અજવાળું બુંદ પ્રકાશે,
હે શ્યામ! નથી ક્ષમતા તને પામવાની છતાં પ્રકાશો.
નથી સમર્થ આ જીવડો નિરર્થક પાપોથી ખરડાયેલો,
હ્ર્દય આંગણે પધારો કરું તૈયારી આગમનની
કામ ક્રોધ મોહ લોભ ને શરીર રથથી નાથીને કરું સફાઈ,
પવિત્ર કરો તુજ થકી નથી સામર્થ્ય મુજ એકલી થકી.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.