તારે ભાગે બોર્નવિટા આવશે,
મારા હિસ્સામાં કવિતા આવશે.
આતો સર્કસમાં છીએ તો પૂછીએ,
તોર જેવા ક્યાં તરીકા આવશે ?
એજ રસ્તે કંટકો પથરાયેલા,
એજ રસ્તે પણ બગીચા આવશે.
મ્યુઝિયમની એ તરફ જાઓ નહીં,
એ તરફ કેવળ અરીસા આવશે !
લઈ જશે તસ્બી સહિત મુર્શીદને,
ઊંટ પર બેસી ખલીફા આવશે !
આગલી ઓળખ ન હૈયે ધર કદી,
સંત છે ભઈ એ અદીઠા આવશે !
તું ગઝલને ખોલ નહીં એવી રીતે,
તારા હાથે માત્ર ફીફા આવશે !
ભરત ભટ્ટ