જીંદગી આપી છે તો મસ્ત બની જીવવાં માંગુ છું..
દુ:ખ તો છે પણ સ્મિત વેરવા માંગુ છું..
પાંખો તો નથી પણ સપનાને સાકાર કરવાં માંગુ છું..
પહેલી તો છે પણ ઉકેલવા માંગુ છું..
હાર તો છે પણ હારીને જીતવાં માંગુ છું..
રંગબેરંગી રંગીન છે દુનિયા પણ માનવતા નાં રંગમાં રંગાઈ જવાં માંગુ છું..
કોઈ ને પાડીને નહીં, એને જીતાડવા માંગુ છું..
કોઈ ક્ષમા ના કરે પણ હું ક્ષમા આપવા માંગુ છું..
ક્યારેક લાગણીમાં ખૂબ તણાઈ જાવ છું ત્યારે,
કલમ ચલાવી મારી કવિતાને શણગારવા માંગુ છું...