શીર્ષક - યાદ હુંતો....
તારા માટે તરસતો હુંતો
પાણી બનીને વરસતો હુંતો
શિયાળે ઠંડોગાર થઈને
હંમેશાએ ઠુઠવાતો હુંતો...
ઝાંઝરનો ઝણકાર હું બનતો
બંગડીનો ખનકાર પણ બનતો
તારા કાને ઝૂમકો થઈને
પવનથી ફૂંકાતો હુંતો...
દરેક વાતે હસતો હુંતો
તારી હા માં હા ભરતો હુંતો
ખોવાઈ ગયું છે એ યાદોમાં
તારી સાથે જ્યાં ફરતો હુંતો...
ખૂણે ખાંચરે ફરતો હુંતો
તારા માટે તરસતો હુંતો
ક્ષાર બની આંખોની પાંપણે
હંમેશાએ છવાતો હુંતો...
દરેક વાત માં ફરતો હુંતો
આંખો થી છલકાતો હુંતો
નામ યાદ છે સૌને તારુ
ઈશારાને એ યાદ દેતો
તારા માટે તરસતો હુંતો...
- સંકેત વ્યાસ (ઈશારો)
રાલીસણા (વિસનગર)
https://www.matrubharti.com/bites/111321296