કોઈની લાગણીઓ સાથે રમતાં નથી આવડતું,
ભોળપણનાં નામે કોઈને છળતાં નથી આવડતું.
અસત્ય ને કુટિલ પ્રપંચો ભરી રમત ભલે રમે,
જૂઠાણા આગળ મને નમતા નથી આવડતું.
છે વિશ્વાસ અતૂટ મને અથાગ પ્રયત્નો પર,
અનીતિનું અન્ન મને જમતાં નથી આવડતું.
લખાય જાય ક્યારેક કટાક્ષ ને વેદના ગઝલમાં
માનું છું 'મરીઝ'જેવું મને લખતાં નથી આવડતું.
નથી વાંચ્યા ગીતા, કુરાન, કે બાઈબલ ક'દી,
રચી ધર્મનો ઢોંગ મને છેતરતા નથી આવડતું.
તરૂ મિસ્ત્રી....