#niyati

વો સુબહ કભી તો આયેગી,
વો સુબહ કભી તો આયેગી,

બેગમ જાન ફિલ્મ પૂરી થાય ત્યારે છેલ્લે આવતું આ ગીત જો તમે આખી ફિલ્મ જોયા બાદ સંભળતા હોં તમને વિચારતા કરી મૂકે એવું છે! આ જ ગીત મેં આગળ સાંભળેલું પણ એની અસર જોઈએ એવી નહતી આવી... હા, બેગમ જાન જોયું, આખું એકસાથે જોયું પછી આ ગીત સાંભળવાની જે મજા આવી એ કંઇ અલગ જ હતી.

માના કી અભી તેરે મેરે અરમાનો કિંમત કુછ ભી નહિ
મિટ્ટી કા ભી હૈ કુછ મોલ મગર, ઈન્સાનો કી કિંમત કુછ ભી નહિ,
ઈન્સાનો કી ઈજ્જત જબ જૂઠે સિક્કો મેં ના તોલી જાયેગી,
વો સુબહ કભી તો આયેગી...

આખી દુનિયા ભાગી રહી છે ઈજ્જત કમાવા વાયા રૂપિયાના ઢગલા, જેની પાસે જેટલા સિક્કા એટલી એની વેલ્યુ... આ બધાની વચ્ચે માનવીય સંબંધોની કિંમત એક મોટો ઝીરો!

જીવનનું એક સત્ય એ પણ છે જ્યારે તમે ભૂખ્યા હોં, ત્યારે તમારું દુઃખ દૂર કરવું સરળ છે, તમારી મહેનતથી કે નસીબથી તમને ખાવાનું મળી જાય એટલે તમે ખુશ થઈ જવાના...પણ, તમારું પેટ ભરેલું છે, હવે બીજું કંઈ મેળવવાની ઈચ્છા નથી ત્યારે આવતા દુઃખનું નીકારણ કેવી રીતે કરશો? પહેલા તો એ જ સમજમાં નહિ આવે કે દુઃખ કઈ વાતનું છે, દુઃખ છે પણ ખરું કે નહિ!

થોડાક સમય બાદ મોટા ભાગના લોકો આવા જ દુઃખનો શિકાર હશે...વિકાસની સાથે સાથે બધું કામ સરળતાથી થઈ જશે, રૂપિયાની કોઈ તંગી નહિ હોય, સરળતાથી જીવી શકાય એવું જીવન હશે પણ એ જીવનમાં જિંદગી નહિ હોય..! બધું જ મેળવી લીધા બાદ, ભરપેટ જમી લીધા બાદ ફરીથી ભૂખ્યા થવાની ચાહ... જીવનના ચક્રને જાણે ઊંધું ફેરવવાની વાત!

બહુ અઘરું અઘરું લખાઈ ગયું આજે...? મારા મનમાં જન્મેલા આ સવાલનો મારી પાસે છે પણ હું તમને નહિ જણાવું કેમ કે એનો જવાબ દરેક માટે જુદો છે!

આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia : 111318072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now