કોઈ બની ફૂલ ઉપવનમાં રહે,
આવું જ કોઈ મારા જીવન માં આવી ને રહે.
આંખો ના બધા આંસુ આપું,
જો તું હર વક્ત સાવનમાં આવી ને રહે.
તારા બાગમાં પતઝડ છે તો,
અહીં મારા દામન માં આવી ને રહે.
તારી યાદ સતાવે છે રાત દિવસ,
તારી હર અદાઓ મારા મનમાં આવી ને રહે.
સ્વપ્ન કે હક્કીત હું નથી જાણતી,
તું સદા હેત ના નયનમાં આવી ને રહે.